અમરેલી જિલ્લાના માલવણ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોને લઈને વિવાદ ઊભો થયો છે. ગામના સરપંચ ભરત બાલધાએ આ મામલે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી ગહન તપાસ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગ્રામજનો અને સરપંચના જણાવ્યા મુજબ, ગામના સરકારી સ્થળો જેમ કે ગ્રામપંચાયતનો કોમ્યુનિટી હોલ, શિવમંદિર તથા જાહેર દીવાલો પર આમ આદમી પાર્ટીના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં લખાયેલા શબ્દો અને વાક્યોને લઈને ગામમાં રોષનું વાતાવરણ સર્જાયું છે.

સરપંચ ભરત બાલધાએ જણાવ્યું કે, ગ્રામપંચાયતની મંજૂરી વિના કોઈપણ રાજકીય પક્ષ દ્વારા સરકારી સંપત્તિ પર પોસ્ટર લગાવવું નિયમોનો ભંગ છે. તેમણે આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.

પોસ્ટરો દૂર, છતાં કાર્યવાહીની માંગ યથાવત
માહિતી મુજબ, વિવાદ બાદ પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે. છતાં સરપંચ અને ગ્રામજનોનું કહેવું છે કે, મંજૂરી વિના પોસ્ટર લગાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય. સરપંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકારી જમીન અથવા જાહેર સ્થળો પર કોઈપણ પ્રકારની અસ્વીકાર્ય પ્રવૃત્તિઓને કડક દૃષ્ટિએ જોવામાં આવશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો