સામાન્ય રીતે કોઈ પણ રસીના શંશોધનમાં થતાં હોય છે અંદાજે 10 થી 15 વર્ષનો સમય
કોરોના વાઇરસની શરૂઆતતો ડિસેમ્બર 2019 થી થઈ ગઈ હતી. પણ ભારતમાં આ વાઇરસની એન્ટ્રી ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં થઈ. ભારતમાં આ વાઇરસ અંગે ગંભીરતા તો પ્રધાનમંત્રી દ્વારા જનતા કરફ્યુની જાહેરાત થઈ ત્યારેજ સમજવામાં આવી તે બાબત ચોક્કસ છે. જનતા કરફ્યુ બાદ બે મહિના જેવા સમય માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. આ સાથેજ નાગરિકોએ પોતાના જીવનમાં અભૂતપૂર્વ પરીવર્તન જોયું છે. જીવનમાં આવેલા આ મોટા પરીવર્તનના કારણે વ્યક્તિગ્ત તથા સામાજિક જીવનને ખૂબ મોટી અસર થઈ છે. માર્ચના છેલ્લા અઠવાડીયાથી લઈને આજે નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધી જો લોકમુખે સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન હોય તો તે એ છે કે ક્યારે આવશે આ કોરોના સંકટનો અંત?? કોરોના વિષેની જે વિવિધ માહિતી બહાર આવતા એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે કોરોના સંકટનો અંત લાવવા નો એક માત્ર વિકલ્પ કોરોનાની રસી (વેકસીન) છે. કોરોના રસી ઉપર મળી રહેલા વિવિધ સમાચારો ઉપરથી જાણવા મળી રાયું છે કે વિશ્વમાં કોરોનાની અંદાજે 150 થી વધુ રસીના પરીક્ષણો ચાલુ છે. જે પૈકી 11 જેટલી રસીના પરીક્ષણો એડવાન્સ સ્ટેજ ઉપર છે. હાલ, રશિયા સિવાય કોઈ પણ દેશ પોતાના નાગરિકોને કોરોનાની રસી આપી રહ્યું નથી.
શું કરવા થઈ રહ્યો છે વિલંબ?
કોરોના રસીજ કોરોનાના ભયથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય હોય સૌ કોઈ આ રસીની આતુરતા પૂર્વક રાહ જોય રહ્યા છે. સૌકોઈ એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું કરવા થઈ રહ્યો છે આ રસીકરણ શરૂ કરવામાં વિલંબ?? આ માટે મહત્વનુ કારણએ છે કે કોઈ પણ રસી આપતા પહેલા તેની સારી નરસી અસરો ઉપર અભ્યાસ કરવો જરૂરી છે. આ કારણેજ કોઈ પણ રસીને બજારમાં રજૂ કરતાં પહેલા ડ્રગ ઓથોરીટીની મંજૂરી લેવી જરૂરી બને છે. ભારતમાં “ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ-1940” હેઠળ ડ્રગ્સ કંપટ્રોલર જનરલની પરવાનગી લેવી જરૂરી બને છે. આ પરીક્ષણો “ન્યુ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ રૂલ્સ, 2019” હેઠળના નિયમો મુજબ કરવા જરૂરી બને છે. કોઈ પણ રસીને માન્યતા આપવા સામાન્ય રીતે ખૂબ લાંબો સમય લાગતો હોય છે. પરંતુ કોરોનાની આ મુશ્કેલ સમયમાં મે માહિનામાં આ નિયમોમાં ફેરફાર કરી કોરોનાની રસીને “ફાસ્ટ ટ્રેક એપૃવાલ” આપવા કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આપી છે. આ રસીનું કેવી રીતે વિતરણ કરવામાં આવશે તેના અંગે નિર્ણય લેવા પણ એક ખાસ “ટાસ્ક ફોર્સ” કાર્યરત છે. આમ, ગમે એટલી ઉતાવળ કરવામાં આવે આ રસી બહાર પાડવામાં સમય લાગે તે સમજી શકાય તેવી બાબત છે.
ક્યારે ભારતીયો માટે કોરોના રસી મળી રહેશે?
ભારતમાં હાલ પરીક્ષણોમાં સૌથી નજીક જેને માનવમાં આવે છે તેવી સિરમ ઇન્સ્ટીટ્યુટની ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે વિકસાવવામાં આવેલી રસી ડિસેમ્બર સુધીમાં “ઈમરજન્સી” ઉપયોગ માટે મળી રહેશે તેવી માહિતી મળી રહી છે. આ ઉપયોગ “હેલ્થ વર્કર્સ” જેવાકે ડોક્ટર્સ-નર્સ અને અન્ય “ફ્રન્ટલાઇન વોરિયર્સ” જેવા કે પોલીસ-સફાઈ કર્મીઑ ને મળી શકે છે તેવું માનવમાં આવી રહ્યું છે. પણ સામાન્ય નાગરિકો માટે આ રસી જૂન કે સપ્ટેમ્બર 2021 સુધીમાં ઉપલબ્ધ થાય તેવી માહિતી મળી રહી છે. રશિયાની સ્પૂતનિક-V રસી પણ વહેલી તકે ભારતમાં લોન્ચ થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. ભારતની જાણીતી ફાર્મા કંપની ડો રેડ્ડીઝ લેબોરેટરી દ્વારા ભારતમાં આ રસીના “એપૃવાલ” આધિકારિક રીતે મેળવવામાં આવ્યા છે. હવે આ કંપની ભારતમાં આ રસીના પરીક્ષણો કરશે. આ ઉપરાંત ભારત બાયોટેક જેવી કંપનીઑ પણ રસીના “એડવાન્સ સ્ટેજ” ના પરીક્ષણો કરી રહી છે. દુનિયામાં પૂરી પાડવામાં આવતી કુલ રસીના 50% થી વધુ ઉત્પાદન કરતો દેશ ભારત છે. આ રસીની શોધ થતા રસીનું ઉત્પાદન મોટા પ્રમાણમા કરવા ભારત ઉપર મીટ માંડીને પૂરું વિશ્વ આજે ઊભું છે. પ્રધાનમંત્રીના “મેઈક ઇન ઈન્ડિયા” ને તો આ રસી ઉત્પાદનથી વેગ મળશે જ પણ ફરી ભારતનું મહત્વ દુનિયામાં વધુ મજબૂત બનશે તે બાબત ચોક્કસ છે. જરૂર છે આ રસીના ત્વરિત શોધની અને આ શોધને ત્વરિત આધિકારિક મંજૂરી આપવાની. ભવ્ય પોપટ -journalist