કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 90,928 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 19,206 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 325 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
હાલમાં ભારતમાં કુલ 2,85,401 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 148.67 કરોડ વેક્સિનના ડોઝ લોકો લઈ ચૂક્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,43,41,009 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં કુલ 4,82,876 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 6.43% એ પહોચ્યો છે.







