છેલ્લા ઘણા સમય થી પેટા ચૂંટણીની અટકળો ચાલી રહી હતી ત્યારે કોરોનાની મહામારી વચ્ચે આજે ગુજરાત વિધાનસભા ની પેટા ચૂંટણી ની જાહેરાત કરવામાં આવી છે, ગુજરાત વિધાનસભાની કુલ 8 બેઠક પર યોજાશે પેટા ચૂંટણી જેમાં અબડાસા,કપરાડા ગઢડા, ધારી, ડાંગ, લીંબડી, કરજણ, મોરબી, સીટ નો સમાવેશ થાય છે.
પેટા ચૂંટણી કાર્યક્રમ:
* 9 ઓક્ટોમ્બર એ જાહેરનામું બહાર પડશે
* 16 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે ફોર્મ
* 19 ઓક્ટોમ્બર સુધી ફોર્મ પરત ખેચી શકાશે
* 3 નવેમ્બર ના થશે મતદાન
* 10 નવેમ્બર ના થશે મતગણતરી