ધારી તાલુકા ના નાની ગરમલી નિવાસી અને જાણિતા ધારાશાસ્ત્રી અને ધારી વકિલ મંડળનાં પ્રમુખ તથા યુવા આગેવાન ભાજપ અગ્રણી વનરાજભાઇ નાં પિતાશ્રી સ્વ. અનકભાઈ કસુભાઈ વાળાનું ટુંકી બિમારી બાદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં ઘેરાં શોક ની લાગણી પ્રસરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેતી ને પોતાનાં જીવનનું માધ્યમ બનાવી જીવનમાં સદાચાર પરોપકારને પોતાનો જીવનમંત્ર બનાવી આજીવન પ્રભુનાં સાનિધ્યમાં રહી પોતાનાં સંતાનોને શિસ્ત સભ્યતા શિક્ષણ અને સંસ્કાર નું સિંચન કરનાર સ્વર્ગસ્થ અનકબાપુ એ સિંચન કરેલ સંસ્કાર અને સહજતા ને પોતાનાં જીવનમાં ઉતારનાર ધારી તાલુકાના જાણિતા એડવોકેટ અને ધારી તાલુકાના વકિલ મંડળનાં પ્રમુખ તથા સરપંચ શ્રી નાની ગરમલી તથા અમરેલી જિલ્લા ભા.જ.પ.ઉપ.પ્રમુખ બક્ષીપંચ મોરચો તથા ક્ષત્રિય સમાજનાં અગ્રણી વનરાજભાઇ વાળા નાં પિતાશ્રી સ્વ અનકભાઇ કસુભાઈવાળા નાં અવસાન થી વનરાજભાઇ નાં પરિવારજનો ને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી અને પોતાનાં પરિવાર નાં પથદર્શક ગુમાવ્યા નો ભારે વસવસો છે તેટલું જ નહી સારાએ સમાજે પોતાનાં માર્ગદર્શક ગુમાવ્યા નો આઘાત છે.
ત્યારે સ્વર્ગસ્થ ની અંતિમ યાત્રા સગાં સ્નેહી સ્વજનો અને વિધ વિધ ક્ષેત્રનાં વરિષ્ઠો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સદગત ને શ્રધ્ધાંજલી અર્પણ કરી નાની ગરમલી વાળા પરિવાર ને સાંત્વના પાઠવી હતી તેવી અખબારી યાદી માં સિધ્ધરાજભાઈ ભગત જણાવે છે
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો