કોવિડ -૧૯ની સ્થિતિ અને રાજય સરકાર અને કેન્દ્ર સરકારની સૂચનાથી ગીર અભયારણ્યને ૧૭ માર્ચ ૨૦૨૦થી પ્રવાસન હેતુ માટે બંધ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વન વિભાગના આદેશથી આંબરડી સફારી પાર્કને આગામી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પ્રવાસીઓ માટે પ્રવાસન હેતુ માટે ખુલ્લો મુકવામાં આવશે. તમામ પર્યટકોએ મુલાકાત વેળાએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કોવિડ -૧૯ અંગે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા ધારી વન વિભાગની એક યાદીમાં જણાવાયું છે.