એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ હવે ઉમેદવાર જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લા કોંગ્રેસને ફટકો પડ્યો હોવાની વિગતો સામે આવી છે. ધારી શહેર કોંગ્રેસ અધ્યક્ષ રવિ હીરાણીએ રાજીનામું આપ્યું છે. જોકે રાજીનામને લઈને અનેક ગડમથલ ચાલી રહી છે.

ધારી તાલુકા કોંગ્રેસ અધ્યયક્ષ રહી ચૂકેલા અને હાલ ધારી શહેર કોંગ્રેસ અધ્યક્ષ રવિ હિરાણીએ સ્થાનીક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજીનામું ધરતા અનેક અટકળોએ વેગ પકડ્યો છે. બીજી તરફ એવી વિગતો મળી રહી છે કે, હજુ રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

જોકે, રવિ હીરાણીએ કયા કારણોસર રાજીનામું આપ્યું તેની વિગતો સામે આવી નથી.  રવિ હિરાણીએ પોતાની ફેસબૂક પ્રોફાઇલ પરથી કોંગ્રેસને હટાવ્યૂ નથી. જોવાનું રહ્યું કે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહેશે કે નહીં ? બીજી તરફ એવી પણ અટકળો ચાલી રહી છે કે રવિ હિરાણી આમ આદમી પાર્ટીમાં જોડાય શકે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો