Kumar Team India:ભુવનેશ્વરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાંથી ભારતીય ક્રિકેટર લખેલુ કેપ્શન હટાવી દીધું છે. જેના બદલે તેણે એ બાયોમાં માત્ર ભારતીય જ લખ્યું છે. ભૂવનેશ્વરનો આ બદલાવ ચર્ચામાં આવ્યો છે. જો કે આ મુદ્દે આ ભારતીય ખેલાડી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ ટ્વિટર પણ ઘણા યુઝર્સે તેની નિવૃતિ વિશે ટ્વિટ કર્યું છે. ઘણા ટ્વિટર હેન્ડલ્સે ભુવનેશ્વરને લઈને નિવૃત્તિ સંબંધિત સવાલો ટ્વીટ કર્યા છે.

લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર
જો કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. ભુવનેશ્વરે નવેમ્બર 2022માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહોતો. ભૂવનેશ્વર હવે 33 વર્ષનો છે. પરંતુ તે જાન્યુઆરી 2022 પછી ભારતની ODI ટીમમાં પરત ફરી શક્યો નથી. અને છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2018માં રમી હતી.

ભારતીય ટીમનો મહત્વપૂર્ણ બોલર
ઉલ્લેખનીય છે કે ભુવનેશ્વર છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ બોલરોમાંથી એક છે. તેણે અત્યાર સુધી 21 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 63 વિકેટ ઝડપી છે. આ દરમિયાન એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 96 રનમાં 8 વિકેટ લેવાનું રહ્યું છે. ભુવનેશ્વરે 121 વનડેમાં 141 વિકેટ લીધી છે. તેણે 87 ટી20 મેચમાં 90 વિકેટ લીધી છે. ભુવનેશ્વરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ અસરકારક પ્રદર્શન કર્યું છે. તેણે IPLની 160 મેચમાં 170 વિકેટ લીધી છે.