રાજ્યમાં યોજાયેલી વિસાવદરની ચૂંટણીએ ઘણાના રાજકીય ભવિષ્ય નક્કી કરી નાંખ્યા. જો કે ગુજરાતમાં આજ રાત સુધીમાં નવા મંત્રીમંડળ અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કેમ કે આજે રાત્રે મુખ્યમંત્રી રાજ્યપાલને નવા મંત્રીઓનું લિસ્ટ સોંપશે એટલે રાત સુધીમાં ખબર પડી જશે મંત્રી મંડળમાં કોની EXIT થશે તો ENTRY થશે.વર્તમાન મંત્રીઓના રાજીનામા બેઠકમાં લઈ લેવામાં આવ્યા છે.

ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઉપરાંત હાલ 17 મંત્રીઓનું મંડળ છે, જેમાંથી 10 જેટલા મંત્રીઓના પત્તા કપાશે. મુખ્યમંત્રી સહિત 7 મંત્રીઓને યથાવત રાખવામાં આવશે. આ ઉપરાંત 20 નવા ચહેરા લોન્ચ કરવામાં આવશે. એટલે કે મંત્રીમંડળમાં 20 નવા ચહેરા આવશે. આમ, લગભગ 27 મંત્રીઓને ગુજરાતની નવી કેબિનેટ બનશે. નાયબ મુખ્યમંત્રી હશે તેવી અટકળો પણ તેજ બની છે.

આ મંત્રીઓના પત્તા કપાશે

બચુ ખાબડ
ભીખુસિંહ પરમાર
બળવંતસિંહ રાજપૂત
ભાનુબેન બાબરીયા
કુંવરજી હળપતિ
કુબેર ડિંડોર
રાઘવજી પટેલ
જગદીશ વિશ્વકર્મા
મૂળુ બેરા
મુકેશ પટેલ

આ મંત્રીઓ યથાવત રહેશે

હર્ષ સંઘવી
ઋષિકેશ પટેલ
કુંવરજી બાવળિયા
પ્રફુલ પાનસેરીયા
પરસોત્તમ સોલંકી
કનુ દેસાઈ

આ ઉપરાંત મુખ્યમંત્રી આજે રાત્રે રાજ્યપાલને મળશે. મુખ્યમંત્રી આજે રાત્રે 9 વાગ્યે રાજ્યપાલને મળશે. પડતા મુકાનાર મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે. નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલને સોંપવામાં આવશે.

આવતીકાલે શપથ સમારોહ
મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીશ્રીઓનો શપથ વિધિ શુક્રવાર,૧૭ ઓક્ટોબરે, સવારે ૧૧ .૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્ય મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે.

ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે મંત્રીમંડળ વિસ્તરણ પહેલા ધારાસભ્યોને ગાંધીનગર રહેવાનો આદેશ અપાયો છે. આદેશને પગલે MLA કવાટર્સ પર ધારાસભ્યની હલચલ ચાલુ થઈ ગઈ છે. કેટલાક ધારાસભ્યો હાજર છે, તો તો કેટલાક MLA કવાટર પહોંચી રહ્યા છે .તો કેટલાક MLA ની કાર કવાટર્સથી આવતા જતા પણ દેખાઈ છે.

પીએમ મોદીના ગુજરાતથી દિલ્હી ગયા પછી, રાજ્યમાં એક નોંધપાત્ર શૂન્યાવકાશ સર્જાયો છે. પક્ષ પાસે કોઈ અગ્રણી કોળી કે ઠાકોર નેતાઓનો અભાવ હતો. ભાજપે કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં લાવીને વ્યવસ્થા કરી, પરંતુ હવે બે AAP ધારાસભ્યો, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા, ભાજપની સમસ્યાઓમાં વધારો કરી રહ્યા છે. જ્યારે ભાજપ પાસે અસંખ્ય આદિવાસી નેતાઓ છે, ત્યારે તેઓ ચૈતર વસાવાની તુલનામાં નિસ્તેજ છે. ગોપાલ ઇટાલિયા માટે પણ આ જ સ્થિતિ લાગુ પડે છે. ભાજપ તેમના કાર્યક્રમોમાં મોટી ભીડથી ચિંતિત છે. જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં ધીમી પડી રહી છે, ત્યારે AAP ખેડૂતોના મુદ્દા પર આક્રમક છે. 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ તેના મંત્રીમંડળમાં ફેરબદલ કરી રહ્યું છે, ત્યારે તે વિપક્ષને ફેરબદલ માટે કોઈ જગ્યા છોડવાના મૂડમાં નથી. પક્ષ એક મોટી સર્જરીના મૂડમાં છે, જે લોકોને આકર્ષિત કરતા ઉર્જાવાન નેતાઓને મંત્રીમંડળમાં પ્રવેશ સુનિશ્ચિત કરે છે.