આગામી તા. ૨૨ માર્ચ રવિવારનાં રોજ સવારે ગુજરાત રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યાં બાદ પ્રથમ વખત અમરેલી પધારી રહ્યાં હોય, રાજ્યનાં શિર્ષ નેતૃત્વને આવકારવા અમરેલી જિલ્લા ભાજપનાં મુખ્ય આગેવાનોની એક અગત્યની બેઠક હોટલ એન્જલ લોર્ડઝ ખાતે રાખવામાં આવી હતી.

જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ બેઠકમા કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા, ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, અમરેલીના સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપનાં સંગઠન પ્રભારીશ્રી અભયસિંહ ચૌહાણ, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જે.વી.કાકડિયા, ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, સહકારી અગ્રણી પી. પી. સોજીત્રા, શ્રી ડૉ. ભરતભાઈ કાનાબાર સહીતે માર્ગદર્શન આપેલ.

રાજ્યનાં નમૂનેદાર અદ્યતન માર્કેટ યાર્ડમાં શેડનું લોકાર્પણ અને વર્ષોથી અધુરા રહેલાં બાયપાસ રોડને પુર્ણ કરવાનાં ખાતમુહૂર્ત સહિત જનસેવાના વિવિધ કાર્યો માટે અમરેલીને આંગણે પધારી રહેલાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કેબિનેટ કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાનાં પ્રભરી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને વધાવવા જિલ્લા ભાજપ દ્વારા આયોજન બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલિયા, પૂર્વ પ્રમુખ પ્રાગજીભાઈ હીરપરા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, મહિલા મોરચાનાં ભાવનાબેન ગોંડલિયા, શૈલેષભાઈ સંઘાણી સહીત જિલ્લા ભાજપનાં હોદ્દેદારો, પ્રદેશના પૂર્વ હોદેદારો, મોરચાનાં પ્રમુખ – મહામંત્રીઓ, જિલ્લા પંચાયતનાં સદસ્યો, જિલ્લાનાં વિવિધ મંડળોનાં પ્રમુખ-મહામંત્રીઓ, સહકારી અગ્રણીઓ, અમરેલી નગરપાલિકાનાં સદસ્યો સહિત સિનિયર આગેવાનોની ઉપસ્થિતમાં કાર્યક્રમને સફળ બનાવવા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્વાગત પ્રવચન મહામંત્રીશ્રી રાજુભાઈ ભુતૈયાએ તથા આભાર વિધિ મહામંત્રીશ્રી મયુરભાઈ માંજરિયા દ્વારા કરવામાં આવી હતી, કાર્યક્રમનું સંચાલન દિવ્યેશ વેકરિયાએ કર્યુ હતું તેમ મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.