ઉના-દીવના ડોક્ટરો પણ જોડાશે બંધમાં

સમગ્ર દેશ જ્યારે કોરોના સંકટથી જજૂમી રહ્યો છે ત્યારે ઇંડિયન મેડિકલ એસોશીએશન દ્વારા સમગ્ર દેશમાં 11 ડિસેમ્બરના રોજ ઈમરજન્સી અને COVID સિવાયની સારવારથી અળગા રહેવાની જાહેરાત કરી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદિક ડોક્ટરોને અમુક પ્રકારની સર્જરીની છૂટ આપવામાં આવેલ છે. આ છૂટના વિરોધમાં ઇંડિયન મેડિકલ એસોશીએશન દ્વારા 11 ડિસેમ્બરના રોજ સવારે 6 થી સાંજે 6 સુધી બંધનું આહવાન કરવામાં આવ્યું છે. ઉના તથા દીવ IMA ના સભ્યો પણ આ દેશ વ્યાપી બંધમાં જોડાય રહ્યા છે. વાત્સલ્ય હેલ્થ ન્યૂઝના એડિટર અને ઉના-દીવ IMA ના સેક્રેટરી ડો. આશિષ વકીલ જણાવે છે કે ઉના દીવ વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓને કોઈ અસર ના પહોચે તે અંગે ખાસ તકેદારી રાખવામા આવી રહી છે. પરંતુ ઈમરજન્સી સિવાયની સેવઑ માટે દર્દીઓ ના આવે તેવી પણ અપીલ તેમના દ્વારા કરવામાં આવેલ છે.

દેશમાં દર્દીઓના પ્રમાણમા ડોક્ટરોની અછત એ વર્ષો જૂની સમસ્યા રહી છે. આ સમસ્યાને દૂર કરવા પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદિક ડોકટરોને અમુક સર્જરીની છૂટ આપવામાં આવી છે. આ છૂટને IMA દર્દીઓના હિત વિરોધી અને પોતાના ક્ષેત્રાધિકાર ઉપર તરાપ સમાન જોઈ રહ્યા છે. સરકાર, IMA તથા આયુર્વેદિક ડોક્ટરોની આ લડાઈમાં દર્દીઓ એ સહન કરવાનું ઓછું આવે તેવી આશા લોકો સેવી રહી છે. ભવ્ય પોપટ, Journalist