રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અમરેલી જિલ્લાના લાઠીથી સુરત આવતી મારુતિનંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા લાઠી પોતાની બહેનના ઘરે ગઈ હતી. જ્યાંથી પરત ફરતી વખતે ખાનગી બસના ડ્રાઈવરે રસ્તામાં રાત્રે બે વાગ્યે તારાપુર ચોકડી પસાર થયા બાદ બધા પેસેન્જર સૂઈ ગયા હતા ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય ત્યારે ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. આ સાથે કહ્યું હતું કે, જો શરીર સંબંધ બાંધવા નહીં દે તો બાજુમાં સૂતેલા પુત્રને મારી નાખીશ. તેણે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે ત્યાં જ બેસી રહ્યો હતો અને આ વાતની કોઈને જાણ કરતી નહીં તેવી ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટના મામલે મહિલાએ ડ્રાઈવર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાત વર્ષના પુત્ર સાથે ગત 14 સપ્ટેમ્બરના રોજ લાઠી ખાતે રહેતી બહેનને મળવા સરથાણા ખાતેથી મારૂતિ નંદનની લક્ઝરી બસમાં નીકળી હતી. બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું. જો કે, તેણે ના પાડી હતી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો 
Youtube ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો