ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોના કેસ માં સતત વધારો થયો છે ત્યારે હવે તંત્ર હરકત માં આવ્યું છે જેમાં
મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો સમય
ગુજરાતનાં 4 મહાનગરો માં રાત્રિ કફયુ નો સમય વધારવામાં આવ્યો છે , જેમાં અમદાવાદ , સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ ના 10 થી સવાર ના 6 વાગ્યા સુધી રાત્રિ કફયુની અમલવારી કરવામાં આવશે તથા માસ્ક વગર બહાર નીકળતા લોકોને હવે 1000 રૂપીયા નો દંડ ફટકારવામાં આવશે
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં સચિવને જવાબદારી સોપવામાં આવી જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર થેન્નારસનને સુરતની જવાબદારી સોપવામાં આવી છે
જાણો અમદાવાદ માં શું ફેરફાર થયા
-કોરોનનું સંક્રમણ વધતાની સાથે જ AMTS અને BRTS બસ આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
-ખાનગી અને સરકારી જિમ બંધ કરવામાં આવ્યા
– ગેમ ઝોન આગામી નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું છે
-સ્પોર્ટ ક્લબ પણ બંધ કરવામાં આવ્યા છે
– કાંકરીયા લેક બંધ
– શહેરના તમામ બાગ બગીચા બંધ કરાયા
– શહેરના ઝૂ પણ બંધ કરવામાં આવ્યા
– અમદાવાદમા હાલ કુલ 90 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે
જાણો સુરતમાં શું ફેરફાર થયા
સુરતમાં સિટી બસ અને BRTS બસ બંધ કરવામાં આવી છે
– -સ્પોર્ટ ક્લબ પણ બંધ કરવામાં આવ્યા છે
– ગેમ ઝોન આગામી નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું છે
– જિમ બંધ કરવામાં આવ્યા
– સિનેમા ગૃહ બંધ કરવામાં આવ્યા છે
– બંક્વેટ હૉલ બંધ કવામાં આવ્યા છે
કોરોના વેકેસીનેશન સેન્ટરોની સંખ્યા વધારવામાં આવશે આ ઉપરાંત વેકેસીનેશન સેન્ટરનો સમય રાત્રે 9 વાગ્યા સુધીનો કરવામાં આવશે