Earthquake devastation in Nepal, 128 people dead, many injured
Earthquake devastation in Nepal, 128 people dead, many injured

નેપાળમાં શુક્રવારે રાત્રે 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા ભારતની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં અનુભવાયા હતા.નેપાળમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 128થી વધુ લોકોના મોત થયા છે.150 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. રૂકુમ પશ્ચિમમાં 36 અને જાજરકોટમાં 34 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એ રૂકુમ પશ્ચિમના ડીએસપી નામરાજ ભટ્ટરાઈ અને જાજરકોટના ડીએસપી સંતોષ રોક્કાને ટાંકીને આ માહિતી આપી હતી.

જાજરકોટ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સંતોષ રોકાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે 3 વાગ્યા સુધીના અહેવાલો મુજબ, જાજરકોટ અને પશ્ચિમ રૂકુમ સૌથી વધુ પ્રભાવિત થયા હતા.એકલા જાજરકોટમાં 44 મોત થયા છે. રોકાએ કહ્યું કે નલગઢ નગરપાલિકાના ડેપ્યુટી મેયર સરિતા સિંહ પણ મૃતકોમાં સામેલ છે. જાજરકોટમાં 55થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી પાંચને સુરખેતની કરનાલી પ્રાંતીય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પોલીસ તથા આર્મી બચાવ કામગીરીમાં લાગી
નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ શનિવારે સવારે તબીબી ટીમ સાથે ઘટના સ્થળ માટે રવાના થયા હતા.તેમણે કહ્યું કે નેપાળ આર્મી અને નેપાળ પોલીસ બચાવ કામગીરીમાં તૈનાત છે. પ્રારંભિક માહિતી દર્શાવે છે કે પશ્ચિમી રુકુમમાં મૃત્યુઆંક 36 પર પહોંચી ગયો છે.પશ્ચિમ રૂકુમ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક નામરાજ ભટ્ટરાઈએ આ માહિતી આપી છે.એથબિસ્કોટ મ્યુનિસિપાલિટીમાં 36 લોકોના મોતના અહેવાલ છે.સાનીભેરી ગ્રામ્ય નગરપાલિકામાં વધુ પાંચ લોકોના મોત થયા છે.

રાત્રે લગભગ 11.32 કલાકે આવ્યો ભૂકંપ 
લગભગ 11.32 વાગ્યે આવેલા ભૂકંપના કારણે લોકોને ઘરની બહાર આવવું પડ્યું હતું.ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં અયોધ્યાથી લગભગ 227 કિમી ઉત્તરમાં અને કાઠમંડુથી 331 કિમી પશ્ચિમ ઉત્તર-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું.નેપાળમાં એક મહિનામાં ત્રીજી વખત જોરદાર ભૂકંપ આવ્યો છે.

ભારતમાં પણ અનુભવાયા આંચકા
દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગ્રેટર નોઈડાના ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે બહુમાળી ઈમારતોમાં રહેતા ઘણા લોકો બહાર આવ્યા હતા. ઉત્તર પ્રદેશના લખનૌ, બસ્તી, બારાબંકી, ફિરોઝાબાદ, અમેઠી, ગોંડા, પ્રતાપગઢ, ભદોહી, બહરાઈચ, ગોરખપુર અને દેવરિયા જિલ્લા ઉપરાંત બિહારના કટિહાર, મોતિહારી અને પટનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.