RTE મામલે શિક્ષણ મંત્રીનું સૌથી મોટું નિવેદન, વાલીઓને મળી શકે છે મોટી રાહત
ગુજરાતમાં ટૂંક સમયમાં શાળામાં વેકેશન પડશે અને ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે. આ દરમિયાન RTE મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, RTE પ્રવેશ માટે આવક મર્યાદા વધી શકે છે.
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ RTE મામલે કહ્યું કે, RTE પ્રવેશ માટે આવક મર્યાદા વધી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, RTE ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદ્દત વધારવામાં આવી શકે છે. પહેલા RTE માં રૂપિયા 1,20,000 આવક મર્યાદિત હતી તે વધારીને 6 લાખ સુધી કરવાની શક્યતા છે. જે મામલે શિક્ષણ વિભાગની સૌથી મોટી જાહેરાત કરી શકે છે.
જાણો શું છે RTE
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.







