Election 2024/ જગદીશ ઠાકોર બાદ હવે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા નહિ લડે ચૂંટણી, જાણો કારણ…
લોકસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા નવો દોર શરૂ થયો છે. કોંગ્રેસમાં પણ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે વધુ એક પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ભાજપની ગુજરાતમાં પકડ મજબૂત માનવામાં આવી રહી છે. ત્યારે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષો ચૂંટણી લડવાથી ઇનકાર કરવા લાગ્યા છે. પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.

પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું કે, મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.







