સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે અને ચૂંટણીનું વાતાવરણ જમવા લાગ્યું છે ત્યારે રાજય ચૂંટણી આયોગ દ્વારા મહાનગર પાલિકા , નગરપાલિકા , જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે દરેક વોર્ડ તથા મતદાર મંડળ માટે ઉમેદવાર દિઠ ચૂંટણી ખર્ચ ની મહતમ મર્યાદા વધારવા તથા ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષોના નેતાઓના ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન થયેલ ખર્ચ ના હિસાબો અંગે આદેશ કરવામાં આવેલ છે જેમાં મહાનગર પાલિકાના દરેક વોર્ડના ઉમેદવારો માટે 6,00,000 (છ લાખ) , નવ વોર્ડ થી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 2,25,000 (બે લાખ પચીસ હજાર ) , એક થી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડ ના ઉમેદવાર માટે 1,50,000 (એક લાખ પચાસ હજાર ) , જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવારો માટે 4,00,000 ( ચાર લાખ ) , તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 2,00,000 (બે લાખ ). આટલા થી વધુ કરછ કોઈ પણ ઉમેદવાર કરી શકશે નહીં