લોકસભાની ચૂંટણીમાં અનેક વિવાદ સામે આવી ચૂક્યા હતા. ત્યારે દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલો સામે આવ્યો હતો. આ અમામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં અવાયો છે. 11મી મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. એટલે કે બુથ કેપ્ચરીંગની જ્યાં ઘટના બની છે તે બુથ પર ફરી એક વાર મતદાન થશે.
દાહોદનાં સંતરામપુરાનાં પરથમપુર મતદાન મથકે મતદાન થયું હતું. જેમાં બુથ કેપ્ચરીંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો. ચૂંટણી પંચે 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો હતો. પોલીગ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાશે. પરથમપુરા ગામનાં પોલીંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
આ ઘટનાને લઈને સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિઓ ધ્યાને આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાયો છે. જેને લઇ SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે. RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા. સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે. પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે. ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે. બુથ કેપ્ચરિંગમાં સામેલ બંને લોકોની ધરપકડ કરવામાં આવશે. અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી.
જાણો શું હતી સમગ્ર ઘટના
મી મે ના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું હતું. જેમાં મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથને કેપ્ચર કરવામાં આવ્યું હતું. બુથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોર નામના વ્યક્તિએ સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી. જેણે લઈ હવે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી.