ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે વહેલી સવારે 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ કોંગ્રેસના પીઢ નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમજ રાજીવ ગાંધી સાથે નિકટ સબંધ ધરાવતા નેતા હતા તેમણે ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા.ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે જે હજુ કોઈ પણ આ રેકોર્ડ તોડી સકયું નથી . માધવસિંહ એ ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી અને કુલ 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામાન સાંભળી હતી.

માધવસિંહ નો જન્મ 29 જુલાઇ 1927ના રોજ થયો હતો અને ઇંદુલાલ યાજ્ઞિકના નજીક રહી ચૂકેલ માધવસિંહ સોલંકી પત્રકાર તરીકે પણ કામ કરી ચૂકેલા છે આજે માધવસિંહ ના પુત્ર ભરતસિંહ સોલંકી કોંગ્રેસ માં આગવું સ્થાન ધરાવે છે ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે  .

આજે વહેલી સવારે માધવસિંહ સોલંકીના અવસાન ના સમાચાર મળતાજ વડાપ્રધાન મોદી , રાહુલ ગાંધી સહિતના નેતાઓ એ દુખ વ્યક્ત કર્યું છે