આવતીકાલથી શારદીય નવરાત્રીની શરુઆત થઈ રહી છે.  મા દુર્ગાના વિવિધ સ્વરુપની આપણે પૂજા કરીશું. અને મોડે સુધી જાગીને માતાજીના ગરબા ગાઈને માતાની આરાધના કરીશું. વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબા રમવાના મોટા-મોટા આયોજન કરવામાં આવતા હોય છે. એવામાં આવતીકાલથી શરુ થતા નવરાત્રી પર્વમાં અમદાવાદમાં ફાલ્ગુની પાઠક શંકુઝ ગરબામાં આવવાના હતા પણ હવે ઈરાન-ઈઝરાયલના યુદ્ધના કારણે તેઓ ફસાય ગયા છે.

અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા. પરંતુ અમુક કારણોસર હવે 14 ઓક્ટોબરે યોજાશે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે કેનેડાથી ટીમ પરત ન ફરી શકી અને પેરિસમાં એમની ટીમ ફસાય ગઈ છે. જેના કારણે અમદાવાદના શંકુઝ ફાર્મમાં  તેમનું આયોજન રદ કરવામાં આવ્યું છે. આગામી 14 તારીખે પોતે અમદાવાદમાં કાર્યક્રમ કરશે તેવું તેમણે પોતાના સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે.

સોશિયલ મીડિયા પર આ અંગે ફાલ્ગુની પાઠકે કહ્યું કે, “કેમ છો બધા? આવતી કાલથી શરુ થતી નવરાત્રીની તમે બધાએ ઓલમોસ્ટ તૈયારી કરી દીધી હશે. અને ખાસ તો હું આજે એટલા માટે લાઈવ આવી છું. કે એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનું છે, કે આજે અમદાવાદમાં કાર્યક્રમ થવાનો છે, તે અમુક કારણોસર પોસપોન્ડ કરવો પડ્યો છે. જે હવે આગામી 14મી ઓક્ટોમ્બરે થશે. તેનું કારણ હું તમને કહું તો, ટોરેન્ટોથી અમે પરત ભારત આવી રહ્યા હતા, જેમાં હું અને મારી ટીમ અલગ ફ્લાઈટમાં હતા, એટલે અમે ગઈ કાલ સાંજે પરત આવી પહોંચ્યા હતા. પરંતુ તેમની ફ્લાઈટનો પેરીસમાં હોલ્ટ હતો. ગઈકાલ ફ્લાઈટ ભારત આવવા માટે રવાના થઈ, પરંતુ ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધના કારણે ફ્લાઈટને અધવચ્ચેથી પરત પેરીસ જવુ પડ્યું છે. એટલે અત્યારે અમારી આખી ટીમ પેરીસમાં અટકેલી છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “એમ તો આજે હું એકલા આવી શકત, પરંતુ ટીમ વગર તમને પણ મજા નહીં આવે અને મને ગાવાની પણ મજા નહીં આવે. એટલે પ્લીઝ તમારા લોકોના સપોર્ટની જરુર છે. તો આપણે આજના બદલે 14 ઓક્ટોમ્બરે કાર્યક્રમ મળીએ, અને ગરબા અને રાસની રમઝટ બોલાવીએ. પ્લીઝ અમને સપોર્ટ કરજો. અને પ્રાર્થના કરજો કે, આવતી કાલથી શરુ થતી નવરાત્રીમાં અમારી ટીમ કોઈ વિઘ્ન વિના પરત આવી જાય. અને હા ગરબાનું સ્થળ જે આજે હતું એજ રહેશે.”

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો