રાજકોટમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત : બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજ્યમાં ચોમાસાની સિઝનની અંતમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોને નુકસાન થતા સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે પણ ખેડૂતો આ સહાય પેકેજથી નાખુશ હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતો પાકના નુકસાનના કારણે ચિંતામાં મુકાઈ ગયા છે અને તેના કારણે આપઘાત કરી રહ્યા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે
રાજકોટમાંથી પણ એક આવો જ બનાવ સામે આવ્યો છે જેમાં ખેડૂતના પાકની નુકસાન થતાં આપઘાત કર્યો હતો. આ ઘટના છે રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામની.. ચા ખેડૂતે પોતાનો પાપ નિષ્ફળ થતાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 45 વર્ષીય ખેડૂતના બે એકર જમીનમાં વાવેલા કોથમરી અને મગફળીનો પાક બળી ગયો હતો, જેના કારણે તેને આપઘાત નો પ્રયાસ કર્યો બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ક્યાં તેમનો ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક ખેડૂતના બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવે છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહીં મહત્વનું છે કે ચોમાસાની સિઝનના અંતમાં રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં ભાર વરસાદ ખાબકયો હતો. જેના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત થઈ કેસની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ ખેડૂતો આ રાહત પેકેટની જાહેરાતથી અસંતોષ માની રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવે. અને પાક નુકસાનીનું યોગ્ય રીતે વળતર આપવામાં આવે.







