ગોધરાના ગોલ્લવ ગામ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 5 ના મોત 2ની હાલત ગંભીર
રાજ્યમાં અસમાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગોધરા તાલુકામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગોલ્લવ ગામ પાસે આવેલી ITIની નજીકમાં ઇકો ગાડી અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે.
ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે થયેલ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળ પર જ અને બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. 108ને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. હાલ બે લોકોની હાલત નાજુક હોવાના કારણે તેઓને સારવાર માટે દેવગઢ બારિયા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈકો
પોલીસે શરૂ કરી તપાસ
ગોધરા તાલુકાના ગોલ્લવ પાસે ઇકો ગાડીમાં સાત લોકો સવાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી બેફામ આવતા ટેન્કરે ઇકો કાર અડફેટે લીધી હતી. ગાડીમાં સવાર લોકો માંથી 5 લોકોના મોત થયા છે. ત્રણ ઈસમનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય ત ઈજાગ્રસ્તને ગોધરા 108 ઍમ્બુલન્સ દ્વારા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં ઈકો કારમાં સવાર 7 લોકો છોટા ઉદેપુરના હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો મૃતકોના પરિવારજનો ગોધરા સિવિલ હોસ્પિટલ આવવા નીકળી પડ્યા છે. બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







