ગુજરાતમાં ગત 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં અમદાવાદ , વડોદરા , સુરત , ભાવનાગર , જામનગર અને રાજકોટમાં મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન થયું હતું જેમાં આજે પરિણામ જાહેર થયું છે જનતા એ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યો છે તથા કોંગ્રેસ થી હજુ પણ જનતા નારાજ જોવા મળી રહી છે , જનતા કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીની પસંદગી કરી છે તથા કોંગ્રેસનું ગુજરાતમાં હોમવર્ક ઓછું પડ્યું તેમ પણ કહી શકાય  છે

ગુજરાતમાં વિરોધ ના અનેક મુદ્દા ઑ છતાં કોંગ્રેસ વિરોધ કરવામાં ઉણી ઉતરી તેમ ચોક્કસ પણે કહી શકાય, મોંઘવારી, માસ્ક ના દંડ સહિત અનેક મુદ્દા ઑ પર ચૂંટણી લડી શકાય એમ હતી પરંતુ જનતાએ ફરી કમળને ગુજરાતની મહાનગર પાલિકામાં બેસવાનો મોકો આપ્યો છે

 

ચાલો જાણીએ 6 મહાનગર પાલિકાનું પરિણામ

 

અમદાવાદ

અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડ માં કુલ 192 બેઠક છે જેમથી 159 બેઠક પર ભાજપ નો વિજય થયો છે જ્યારે કોંગ્રેસ પાસે ફક્ત 25 બેઠક છે તથા અન્ય પાસે 8 બેઠકો છે

ભાવનગર

ભાવનગર મહાનગર પાલિકા માં કુલ 13 વોર્ડ માં 52 બેઠક છે જેમાથી ભાજપને 44 બેઠક મળી છે , 8 બેઠક કોંગ્રેસ ને મળી છે

જામનગર

જામનગર મહાનગર પાલિકા માં કુલ 16 વોર્ડ માં 64 બેઠક છે જેમથી ભાજપનો  50 બેઠક પર વિજય થયો છે જ્યારે કોંગ્રેસ નો 11 બેઠક પર વિજય થયો છે અને અન્ય ને 3 સીટ મળી છે

રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકામાં કુલ 18 વોર્ડ માં 72 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી જેમથી 68 બેઠક પર ભાજપ નો વિજય થયો હતો જ્યારે 4 બેઠક પર કોંગ્રેસ નો વિજય થયો હતો .

સુરત

સુરત મહાનગર પાલિકા નું પરિણામ કોંગ્રેસ માટે ખતરાની ઘંટી સમાન અને આપ માટે ખૂબ સારું કહી શકાય એવું રહ્યું છે સુરત મહાનગર પાલિકા માં કુલ 30 વોર્ડ છે જેમાં 120 બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી જેમાથી 93 બેઠક પર ભાજપ નો વિજય થયો છે જ્યારે 27 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે તથા કોંગ્રેસ ખાતું પણ ખોલવામાં નિષફળ રહી છે .

વડોદરા

વડોદરા મહાનગર પાલિકામાં કુલ 19 વોર્ડ છે જેમની 76 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી વેમાં 69 બેઠક પર ભાજપએ વિજય મેળવ્યો હતો જ્યારે 7 બેઠક પર કોંગ્રેસ એ વિજય મેળવ્યો હતો