વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે FIR, મોડી રાત સુધી ચાલી રહ્યું હતું આ કામ…
વિરાટ કોહલી હાલ લંડનમાં છે. તે T20 વર્લ્ડ કપની જીતની ઉજવણીની રાત્રે લંડન જવા રવાના થયો હતો કારણ કે તેની પત્ની અને બાળકો ત્યાં હતા. પરંતુ, અહીં ભારતમાં તેની રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ મામલો બેંગલુરુમાં વિરાટ કોહલીની વન8 કોમ્યુન રેસ્ટોરન્ટ સાથે સંબંધિત છે, જેના સંદર્ભમાં બેંગલુરુ પોલીસે કેસ નોંધ્યો છે.
બેંગલુરુ પોલીસે તેમના શહેરના એમજી રોડ પર સ્થિત રેસ્ટોરન્ટ સામે એફઆઈઆર નોંધી છે. મોડી રાત્રે બનેલી ઘટના સાથે જોડાયેલો છે, જેના પછી પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. શહેરના ડીસીપી સેન્ટ્રલે બેંગલુરુમાં વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી છે.
વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે કેમ નોંધાઈ FIR?
એએનઆઈ સાથે વાત કરતા, ડીસીપી સેન્ટ્રલએ જણાવ્યું હતું કે તેઓએ બેંગલુરુમાં 3-4 પબ સામે કેસ નોંધ્યો છે, જેની સામે તેમને ફરિયાદ મળી હતી કે તેઓ રાત્રે 1.30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. અમને ત્યાંથી મોટેથી મ્યુઝિક વગાડવાની ફરિયાદ મળી હતી. શહેરમાં પબનો સમય માત્ર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
દેશના ઘણા શહેરોમાં One8 કોમ્યુન ચેઇન
વિરાટ કોહલી One8 Commune ના નામથી દેશના ઘણા શહેરોમાં રેસ્ટોરન્ટ અને પબની ચેઈન ધરાવે છે. બેંગલુરુ અને મુંબઈ ઉપરાંત ગયા વર્ષે જ વિરાટે ગુરુગ્રામમાં પણ આ નામની રેસ્ટોરન્ટ ખોલી છે.