ભરૂચના બાયપાસ રોડ પર આવેલ ધી બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 18 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે આ અગાઉ ગુજરાતમાં સુરત, રાજકોટ, જામનગર અને આમદવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી . જ્યારે ભરુચની હોસ્પીટલમાં લાગેલ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે