રાજકોટ ખાતે આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં રાત્રિના 12.30 આસપાસ આગલાગવાની ઘટના ઘટી હતી .હોસ્પિટલના બીજા માળે મશીનરી માં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવિ રહયું છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. લાગેલી આગ થી 5 લોકોના મૃત્યુ થયા છે
(1)રામસિંહ ભાઈ (2) નિતિનભાઇ બાદાણી (3) રશિકલાલ અગ્રવાત (4)કેશુભાઈ અકબરી (6) સંજયભાઈ રાઠોડ

સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ને આપવામાં આવી હતી મંજૂરી અને આ હોસ્પિટલ માં ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC સહિત તમામ જરૂરી દસ્તાવેજો હોવાનો હોસ્પિટલ સંચાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માહિતી મેળવી છે આ ઉપરાંત આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને સોંપી છે. આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવી છે.

PMO દ્વાર ટ્વિટ કરી દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે