એક તરફ નવરાત્રિના પર્વને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગઇકાલે મોડી રાત્રે ગાંધીનગરના દહેગામમાં બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. ને પક્ષે ભારે પથ્થરમારો થયો હતો, જેમાં તોફાનીઓએ તોડફોડ અને આગચંપીનો આશરો લીધો હતો.સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે થયેલ અથડામણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને
દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગરબા ઉત્સવ ચાલી રહ્યો હતો. બુધવારે રાત્રે અચાનક ગરબા સ્થળ પર પથ્થરમારો શરૂ થયો. દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિંસા સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભડકી હતી.પોસ્ટમાં શું લખ્યું છે અને કોણે પોસ્ટ કરી છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. પોલીસ હિંસાના કારણની તપાસ કરી રહી છે.
તોફાનીતત્વોને ઓળખવાની કામગીરી શરૂ
આ વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ દ્વારા તોફાનીતત્વોઓને ઓળખવાનું કામ કરી રહી છે. અંધારાનો લાભ લઈને, તોફાનીતત્વો હિંસા આચરીને ભાગી ગયા હતા. પોલીસનું કહેવું છે કે તેમને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને કાયદા અનુસાર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો