4 મહિના પછી આખરે ગણેશ ગોંડલના જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થયો. ગુજરાત હાઈકોર્ટે અમુક શરતોને આધીન ગણેશ ગોંડલને જામીન આપ્યા છે. જૂનાગઢ જેલમાંથી બંધ ગણેશ ગોંડલ હવે જેલની બહાર આવશે.

છેલ્લા ચાર મહિનાથી હત્યાના પ્રયાસ, એટ્રોસિટીના ગુનામાં ગણેશ જાડેજા જેલમાં બંધ છે. જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાને ચાર મહિના બાદ રાહત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરી માર મારવાનાં કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અત્યારે જુનાગઢ જિલ્લામાં પ્રવેશ ના કરવાની શરતે જામીન આપવામાં આવ્યાં છે. 6 મહિના સુધી જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. એડવોકેટ પ્રશાંત ખંઢેરિયા તથા સિનિયર એડવોકેટ ભાર્ગવ ભટ્ટ દ્વારા દલીલો કરવામાં આવી હતી.

જેલમાંથી ચૂંટણી લડી અને જીતી
ગોંડલ નાગરિક બેંકની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચૂંટણીનું પરીણામ વહેલી સવારે જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના યતિષ દેસાઈની કરારી હાર થઇ છે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ છે. તેમજ ભાજપની પેનલનો જયજયકાર થતાં સમર્થકોએ ઢોલ-નગારાં વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. હાલ જૂનાગઢની જેલમાં રહેલા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ)નો વિજય થતાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે. ચૂંટણીમાં આમ જોઈએ તો જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ)નું રાજકીય લોંચિંગ થયું છે. તે જેલમાં હોવા છતાં જીત મેળવી તેમણે નવો રાજકીય આયામ સર્જ્યો છે.

શું હતો સમગ્ર મામલો
30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા અને તેના મળતિયાઓ દ્વારા જુનાગઢ શહેર NSUI પ્રમુખ રાજુ સોલંકીના દિકરા સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે મામલે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકી,હત્યાની કોશિશ ,અપહરણ ,રાયોટીંગ અને એટ્રોસિટી મુજબનો શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો