
રાજકોટઃ આગામી સમયમાં તહેવારોની મોસમ શરુ થઈ રહી છે. સૌથી પહેલા ભક્તોનો પ્રિય તહેવાર ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે. અત્યારથી તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ગણેશોત્સવને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ગણેશ મહોત્સવના આયોજકો અને મૂર્તિકારો સાથે બેઠક યોજવામાં આવી હતી.પરંતુ આ જાહેરનામુ આવ્યા બાદ લોકોમાં અસમંજસ સર્જાઈ છે.
ગણેશ મહોત્સવમાં સૂચનો
ગણેશોત્સવના તહેવારને એકથી દોઢ મહિના જેટલો સમય જ બાકી છે. એવામાં રાજકોટ પોલીસ કમિશ્નરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં આયોજકોને ગણેશજીની મૂર્તિ 9 ફૂટની જ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે જ મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની ન હોવી જોઈએ તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્યાં ગણેશ મહોત્સવનું આયોજન કરવાનું હોય તે સ્થળે સીસીટીવી કેમેરા પૂરતા પ્રમાણેમાં સિક્યોરિટી ગાર્ડ સાથે હોવા જોઈએ તેવી પણ સૂચના આપવામાં આવી છે.
9 ફૂટની મૂર્તિ રાખવા આદેશ
રાજકોટ પોલીસ કમિશ્નરે બહાર પાડેલા આ જાહેરનામામાં તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં પોલીસ કમિશ્નરે વિનંતી કરી હતી હતી કે ગણેશજીની જે મૂર્તિ બને તે માટીની હોવી જોઈએ. આ મૂર્તિ બનાવવામાં કેમિકલના બદલે કલરના બદલે નેચરલ કલરનો ઉપયોગ થાય મૂર્તિને 9 ફઊટથી ઉંચી રાખવામાં ન આવે આ પ્રમાણેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
3 મહિના અગાઉ અપાઈ ગયા ઓર્ડર
હવે તકલીફ એ છે કે,રાજકોટ પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવે ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો અને મૂર્તિકારો સાથે બેઠક યોજવામાં આવી હતી. પણ જાહેરનામુ હાલ બહાર પાડવામાં આવ્યું છે. અને આયોજનકર્તાઓ અગાઉ જ મૂર્તિના ઓર્ડર આપી ચૂક્યા છે. જેને લઈને અસમંજસની સ્થિતિ ઉદ્ભવી છે. મોટા મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ તો ત્રણ-ચાર મહિના અગાઉ જ મૂર્તિના ઓર્ડર આપી દીધા છે. જ્યારે આ જાહેરનામામે લઈને ગણેશ મહોત્સવના આયોજકો ચિંતામાં મુકાયા છે.