ગોપાલ ઇટાલિયાએ રાજકીય લાભ ખાટવા હોસ્પિટલ માટે આપ્યું હતું આવેદન ! ભૂપત ભાયાણીનો મોટો ખુલાસો

વિસાવદરની પેટા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ દરમિયાન હવે વિસાવદરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગોપાલ ઈટાલિયાએ પ્રાંત અધિકારીની ઓફિસે વિસાવદરમાં અધ્યતન સરકારી હોસ્પિટલ બને તે માટે આવેનદન પત્ર આપ્યું હતું જેને લઈ હવે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, આવેદનપત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે.

ભાજપના નેતા ભૂપત ભાયાણીએ કહ્યું કે, આજ રોજ અમુક રાજકીય પાર્ટીઓ દ્વારા વિસાવદર ખાતે સરકારી અધ્યતન હોસ્પિટલની માંગણી કરતું આવેદન પત્ર આપવામાં આવેલ છે. જે આવેદન પત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે. મિત્રો હું આપને જાણકારી આપવા માગું છું. વિધિત કરવા માગું છું કે વિસાવદર ખાતે 100 બેડની અતિ આધુનિક અને અતિ આધુનિક મશીનરી સાથેની હોસ્પિટલ સરકારે મંજૂર કરી દીધેલ છે. ઘણા સમયથી પરંતુ એની જમીન સંપાદનની અને જમીન ફાડવણીની પ્રક્રિયા હાલ શરૂ છે અને જમીન સંપાદનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારે સરકાર દ્વારા ખૂબ જ નજીકના સમયમાં હોસ્પિટલનું કામ શરૂ થવાનું છે.

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં ભૂપતભાઇએ કહ્યું કે, આની જાણકારી મેળવી અને ખોટે ખોટું આવેદન પત્ર આપેલ છે. જ્યારે મુખ્યમંત્રી આવતી 11 તારીખે વિસાવદર માંડવડ ખાતે આપણા વિસ્તારના અસંખ્ય લોકાર્પણ અને ખાતમુરતના કામોમાં કામોના લોકાર્પણ પ્રસંગે આવતા હોય અને એના સંદર્ભમાં આવા આવેદન પત્ર કોઈ પણ રાજકીય પોલિટિકલ પાર્ટી આપતી હોય તો હું વિસાવદરની જનતાને વિધિત કરું છું કે આપે આવી કોઈ ભ્રામક વાતમાં આવવું નથી અને કોઈ ગુમરાહ કરવા આવે તો આપે એવી કોઈ વાતમાં આવવાનું નથી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો