સરકારે પરપ્રાંતિય મજૂરોની મદદ માટે મેરા રાશન એપ્લિકેશન
લોન્ચ કરી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા મેરા રાશન એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે અને તે ભારત સરકારના વન નેશન વન રેશનકાર્ડ (ઓએનઆરસી) નો ભાગ છે. મેરા રાશન એપ્લિકેશન તે મજૂરો માટે ખૂબ ઉપયોગી છે જેઓ કામના સંબંધમાં સ્થળાંતર કરે છે અને જેમની પાસે રેશનકાર્ડ છે. 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હાલમાં મેરા રાશન એપ્લિકેશનનો લાભ લઈ રહ્યા છે.
મેરા રાશન એપનું લોન્ચિંગ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ કર્યું છે. તેની રજૂઆત પર, તેમણે કહ્યું કે સિસ્ટમ ફક્ત રાજ્યો સાથે ઓગસ્ટ 2019 માં શરૂ થઈ હતી અને ડિસેમ્બર 2020 સુધીમાં, તે 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચી ગઈ છે.દિલ્હી, છત્તીસગઢ, આસામ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થોડા મહિનામાં કરવામાં આવશે. પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે આ રેશનકાર્ડ પોર્ટેબલ સિસ્ટમ દ્વારા લગભગ 69 કરોડ લાભાર્થીઓને લાભ થયો છે. તે જ સમયે, દર મહિને લગભગ 1.5 કરોડ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે.
મેરા રેશન એપ્લિકેશન કેવી રીતે કરશો ડાઉનલોડ અને કઈ રીતે કરશે કામ
ગૂગલ પ્લેસ્ટોર પરથી તમારા ફોન પર મેરા રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ત્યાર બાદ તમારે રેશનકાર્ડ સાથે નોંધાયેલા મોબાઇલ નંબરથી લોગિન કરવાનું રહેશે .ત્યાર બાદ , આ એપ્લિકેશનની મદદથી, તમે દેશના કોઈપણ રાજ્યની દુકાનમાંથી રેશન લઈ શકશો.
આ એપમાં, તમે એ પણ જાણશો કે તમે ક્યારે અને કોઈ દુકાનમાંથી રેશન લીધું હતું. આ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે આ દ્વારા તમને નજીકની દુકાન વિશે માહિતી મળશે. આ એપ્લિકેશનમાં આધાર ઓથેંટિકેશન પણ છે . આ એપ ભવિષ્ય માં 14 સ્થાનિક ભાષાઓ દ્વારા સપોર્ટ કરવામાં આવશે અને હાલમાં અંગ્રેજી અને હિન્દી ભાષા માં આ એપ નો ઉપયોગ કરી શકો છો