ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફાઇલ તસ્વીર
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા- ફાઇલ તસ્વીર.

ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક સ્કૂલ શિક્ષકો અને કર્મચારીઓને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે. શાળા કે વર્ગ બંધ થવાના કારણે કર્મચારીઓને હવે નોકરી નહીં ગુમાવવી પડે. અનુદાનિત માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાના શિક્ષકોને રક્ષણ આપવામાં આવશે ત્યારે નવી નિમણૂક પામનારા શિક્ષકને લાભ મળશે. શાળા બદલવા માગતા હોય તેવા શિક્ષકો પણ આ જોગવાઇનો લાભ લઇ શકશે. ખાલી પડતી જગ્યાને નવેસરથી ભરવાને બદલે ફાજલ શિક્ષકને જવાબદારી સોંપી શકાશે. સરકારના નિર્ણયથી 70 હજાર જેટલાં શિક્ષક-કર્મચારીઓને લાભ મળશે.