ગુજરાત સરકારે ઓલ્ડ પેંશન સ્કીમ(OPS) અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં 1 એપ્રિલ 2005 પહેલા નોકરીએ લાગેલા તમામ કમર્ચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવશે. સરકારના નાણાં વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કરી દીધો છે. જેના કારણે 60 હજાર કર્મચારીઓને ફાયદો થશે.
રાજ્ય સરકારે 6 ઓક્ટોબરના રોજ કેબિનેટની બેઠકમાં ફિક્સ પગારમાં પહેલી એપ્રિલ 2005 દરમિયાન તેમના નિમણૂંકત્રની શરતો અનુસાર સીપીએફ પ્રમાણે પેન્શન આપવામાં આવતું હતું તેમને જૂની પેન્શન સ્કીમ પ્રમાણે પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. 1 એપ્રિલ 2005 પહેલાં સરકારી નોકરીમાં લાગેલા કર્મચારીઓને OPSનો લાભ આપવાનો ગુજરાત સરકારે ઠરાવ કર્યો છે. આ નિર્ણયથી શિક્ષણ, આરોગ્ય અને પંયાચત વિભાગમાં ફરજ બજાવતા 60,245 કર્મચારીને ફાયદો થશે. જોકે વર્ષ 2005 પછી ફિક્સ પગારમાં નોકરીએ જોડાના અને સીપીએફ યોજના સ્વીકારનારા કર્મચારીઓને કોઈ ફાયદો થશે નહીં.
જૂની પેંશન યોજનાને લઈ અંતે નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના જાહેર કરવામાં આવી છે. 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ રહેશે તેવો નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો.
સૌથી પહેલા તો તમે એ જાણી લો કે શું છે OPS
જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકાર હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.
હવે વાત કરીએ સરકારે આ જાહેરાત તો કરી પણ કર્મચારીઓના કેટલા પ્રશ્નો હજુય યથાવત રહેશે તો
રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા.
નવી પેન્શન યોજનાવાળા કર્મચારીઓને અવસાન સમયે 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો.
નવી પેન્શન યોજનામાં સમાવેલા શિક્ષકો તથા કર્મચારીઓને નિવૃત્તિ સમયે ફિક્સ પગારની નોકરીના સમયગાળાની ગ્રેચ્યુઈટી ચૂકવવી.
બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમાતા આચાર્યને એક ઇજાફો આપવો.
સાતમા પગાર પંચના બાકી રહેલા લાભ જેવા કે ચાઇલ્ડ એજ્યુકેશન એલાઉન્સ, એલટીસી, એચઆરએના ઠરાવમાં કેન્દ્રના ધોરણે સુધારો કરવો.
રૂ. 25 લાખની મર્યાદામાં કેશલેસ મેડિકલેમ આપવો.
ફિક્સ પગાર તથા કોન્ટ્રાક્ટ પ્રથા સદંતર બંધ કરી મહેકમ અનુસાર કાયમી ભરતી કરવી.
નવી પેન્શન યોજનામાં સમાવિષ્ટ તમામ કર્મચારીઓના એનપીએસ ખાતા તાત્કાલિક ખોલવા.
સરકારના આ નિર્ણય પછી હાલ તો રાજ્યના કર્મચારીઓ કેન્દ્રની નવી પેન્શન યોજના અને યુપીએસની રાહ જુએ છે, પછી આ બાબતે કોઈ નિર્ણય લેશે.







