ચલાલા મા વર્ષોની પંરપંરા મુજબ આ વર્ષે પણ સમસ્ત કાનાણી પરીવાર દ્રારા આયોજીત સમસ્ત કાનાણી પરીવાર ના કુળદેવી આઈ શ્રી ખોડીયાર માતાજી નો નવ ચંડી યજ્ઞ..૧૭ મો પાટોત્સવ નુ ભવ્ય આયોજન તા.૯,૧૧,૨૦૨૪, શનીવાર ના શુભ દિવસે ભુવા શ્રી મનસુખભાઇ કાનાણી ના નિવાસસ્થાન પાસે, જુનોમઢ,શિવાજી ચોક, મહાદેવ પરા,ચલાલા ખાતે કરવામા આવેલ છે.

આ કુળદેવી ખોડીયાર માતાજી ના૧૭ મો પાટોત્સવ મા વિદ્વાન શાસ્ત્રી શ્રી તુષારભાઇ પુરોહિત સહિતના શાસ્ત્રીઓ શાસત્રોક વિધી થી યક્ષ કરાવશે. આ માતાજી ના નવચંડી યજ્ઞ મા સંતો-મંહતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. અને રાજકીય તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી પોતાની શુભકામનાઓ પાઠવશે. તેમજ આ પાટોત્સવ મા હેમાંદ્રી,દેવીયાગ,ભોજન પ્રસાદ,વિશેષ કુળપુજા,બીડુહોમ,આરતી, જેવા ધાર્મિક કાયઁક્મ યોજાશે.

આ સાથે કુળદેવી ખોડીયાર માતા ના સમસ્ત કાનાણી પરીવાર ખુબ ભાવ થી ગુણગાન સહીત રાસ ગરબા રમશે. આ ભવ્ય પાટોત્સવને લઈને સમસ્ત કાનાણી પરીવારમા હરખની હેલી જોવા મળે છે. અત્યારે મહાદેવ પરા વિસ્તારમા ધાર્મિક માહોલ છવાયો છે. આ પાટોત્સવ મા સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત સહિત મુંબઈ થી સમસ્ત કાનાણી પરીવારના દાતાશ્રીઓ અને કાનાણી પરીવારજનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહે છે. સમસ્ત કાનાણી પરીવાર દ્વારા દાતાશ્રીઓનુ સન્માન, ઉપસ્થિત સંતો-મંહતો ની ભાવ વંદના અને રાજકીય અને સામાજીક મહાનુભવો નુ સ્વાગત સન્માન કરાશે.

સમસ્ત કાનાણી પરીવાર ના માતાજી નો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ ને સફળ બનાવવા ભુવા શ્રી મનસુખભાઇ કાનાણી, પરેશભાઇ કાનાણી,સંકેત ભાઇ કાનાણી સહિત કાનાણી પરીવાર ના સભ્યો ભારે જહેમત ઉઠાવી તાડમાર તૈયારી કરી રહ્યા છે..તેમ પ્રકાશ કારીયા એ જણાવેલ છે.