આજે ચાલાલા શહેરમાં ધારી-બગસરા-ખાંભા વિસ્તારના  ધારાસભ્ય  જેવીભાઈ કાકડીયા ના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત ₹3,50,00,000 (અર્થે ત્રણ કરોડ પચાસ લાખ રૂપિયા)ના ખર્ચે ભૂગર્ભ નિકાસ યોજના (ફેઝ-2) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ શુભ પ્રસંગે પૂજ્ય દાન મહારાજની જગ્યાના મહંત  મહાવીર બાપુના સન્માનિત ઉપસ્થિતમાં ધારાસભ્ય  જેવીભાઈ કાકડીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં ભીમનાથ મહાદેવના મહંત  મયુર બાપુ, ભારતભૂષણ ગાયત્રી ધામના સંચાલક  મહેશભાઈ મહેતા, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ   અતુલભાઈ કાનાણી, ચલાલા નગરપાલિકાના પ્રમુખ   ભયલુભાઈ, ઉપપ્રમુખ  પ્રવીણભાઈ માલવીયા, કારોબારી ચેરમેન   ભરતભાઈ સોલંકી, શહેર પ્રમુખ  જીતુભાઈ કાથરોટીયા, તેમજ અનેક અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે કાળુભાઈ લશ્કરી, કેતનભાઈ સરવૈયા, ભરતભાઈ માલવીયા, અશોકભાઈ તલાટીયા, મહેન્દ્રભાઈ સાદરાણી, અશ્વિનભાઈ કાછડીયા, અવિરતભાઈ માલા, હિતેશભાઈ રામાણી, ચંપુભાઈ ધાધલ, ઘનશ્યામભાઈ કાકડીયા (પટેલ વાડીના પ્રમુખ), અશોકભાઈ ચૌહાણ, તેજસભાઈ ગોસાઈ, જીતુભાઈ જોશી, ચતુરભાઈ સુરેલા, મિતેશભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ પુરોહિત તથા હરગોવિંદભાઈ તેરૈયા જેવી હસ્તીઓએ હાજરી આપી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે  જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો