ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ તારીખ 29/10/2020 થી 18/11/2020 સુધી દિવાળી વેકેશન રહેશે. જ્યારે સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે.
સામાન્ય રીતે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. જેમાં નિયત કરવામાં આવતી વેકેશનની તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડે છે.
જો કે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શક્યું ન હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર નિયત થઈ શક્યું નથી તેવા સંજોગોમાં આજે વેકેશન અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.