પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શારદીય નવરાત્રીની પૂર્વ સંધ્યાએ નેક્સ્ટ જનરેશન GST સુધારાના મુદ્દા પર રાષ્ટ્રને સંબોધન કર્યું. GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. દેશના નાગરિકોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “કાલથી નવરાત્રી શરૂ થાય છે. આ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ. નવરાત્રીના પહેલા દિવસે, દેશ આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છે. આવતીકાલે સૂર્યોદય સાથે, દેશમાં નેક્સ્ટ જનરેશન GST સુધારા અમલમાં આવશે. GST બચત મહોત્સવ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે.”

તેમણે કહ્યું, “આ GST સુધારાઓ આપણા દેશના ગરીબ, મધ્યમ વર્ગ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને લાભ આપશે. આ તહેવારોની મોસમ દરેકના મોઢામાં મીઠાશ લાવશે. દરેક પરિવારમાં ખુશી વધશે. હું GST સુધારાઓ માટે રાષ્ટ્રને અભિનંદન આપું છું. આ સુધારાઓ ભારતની વિકાસગાથાને નવી ગતિ આપશે. વ્યવસાયોને પણ બૂસ્ટર ડોઝ મળશે. આ નવી પેઢીના GST સુધારાઓ દરેક રાજ્યને વિકાસની દોડમાં ભાગીદાર બનાવશે.”

40 ટકા GSTમાં તમાકુ જેવી હાનીકારક વસ્તુનો સમાવેશ
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સુધારાઓ ફક્ત પરિવારો પરનો બોજ હળવો કરશે નહીં પરંતુ ઉદ્યોગસાહસિકોને આકર્ષિત કરીને આદર્શ રોકાણ સ્થળ તરીકે ભારતની સ્થિતિને પણ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માળખાને સરળ બનાવવાનો છે. આ મહિનાની શરૂઆતમાં, GST કાઉન્સિલે બે GST સ્લેબ – 5 ટકા અને 18 ટકા – ને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. 40 ટકાનો ત્રીજો GST સ્લેબ પણ છે, જેમાં તમાકુ ઉત્પાદનો જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતી વસ્તુઓનો સમાવેશ થાય છે.

 

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો