અજયભાઈ વાળા, લાખાપાદર/ ઈકો સેન્સેટિવ ઝોનનો વ્યાપ બાંધવાની જાહેરાત થઇ છે ત્યારથી અમરેલી, જુનાગઢઅને ગીર સોમનાથ જિલ્લામમાં સ્થાનિકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. તો ઈકો સેન્સેટિવ ઝોન મામલે ખેડૂતોને સાંભળવા માટે આવીતી કાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ આવતીકાલે ધારીની મુલાકાતે આવી રહ્યા છે.

આવતીકાલે સાંજે 4 કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ખેડૂતો ને સંભાળશે આ સાથે ખેડૂતોના આ પ્રશ્નનું નિરાકરણ માટે મનોમંથન કરવામાં આવશે.