સમગ્ર દેશમાં  કોરોનાની  બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે રાજ્યની જનતા પણ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અનેક નેતાઓ  કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે આજે હું કોરોના પોઝિટિવ આવ્યો છું ડોક્ટરોની સલાહ અનુસાર ઘર પર જ સારવાર ચાલી રહી છે. તમારો પ્રેમ અને પ્રાર્થનાથી જલદી સાજો થઈ જઈશ