ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે ને ડાઇવ વધતાં જાય છે ત્યારે આજે મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનની સારવાર કરતાં કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી જણાવ્યું કે, દર્દીઓની સેવામાં રોકાયેલા વિવિધ સંવર્ગના કર્મચારીઓ અંગે નિર્ણય કર્યો છે. તજજ્ઞ ડોક્ટરોને માસિક 2.50 લાખ આપશે. મેડિકલ ઓફિસરોને માસિક 1.25 લાખ, ડેન્ટિસ્ટોને માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટરો માટે 35 હજાર, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35 હજાર આપવામાં આવશે.
જ્યારે જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂ.18 હજાર અને વર્ગ 4ના કર્મચારીને મહિને 15 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે આઉટ સોર્સિંગમાં કામ કરતી બહેનોને આગામી ત્રણ મહિના માટે મહિને 13 હજારને બદલે રૂ.20 હજાર માનદ વેતન આપવામાં આવશે.