ગુજરાતમાં પેટાચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 3 કાર્યકર્તા ને પક્ષમાથી બરતરફ  કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાની મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 9 ના સદસ્ય જ્યોત્સનાબેન સવજીભાઈ ભિમાણી, અમરેલી જિલ્લા ના બગસરા તાલુકાનાં શહેર ભાજપ ઉપપ્રમુખ (બગસરા) ભૂપતભાઇ ઉનાવા તથા બોટાદ જિલ્લાના કાર્યકર અને અમરેલી જિલ્લા અનુ.જાતી મોરચાના પ્રમુખ શાંતિલાલ એમ. રાણવાને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની સૂચનાથી વિધાનસભા પેટાચૂંટણીમાં સામે ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.