Gujarat Rain: રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે. ચોમાસાના આ ચોથા રાઉન્ડમાં સૌથી વધારે એટલે કે ભારેથી અતિભારે વરસાદની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે.

સૌથી વધારે અસર અહીં થશે
ચોમાસાના ચોથા રાઉન્ડમાં રાજ્યના અનેક ભાગોમાં 4-5 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજા રાઉન્ડમાં સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના જૂનાગઢમાં જોવા મળી હતી. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ટર્ફ સર્જાશે જેને લઈ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.

આગામી પાંચ દિવસ વરસાદી માહોલ
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે વધુ એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 85 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન
જો કે આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધી 92% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, ઉત્તર ગુજરાત તરફ એર સાઇક્લોનિક એર સર્ક્યુલેશન બનશે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળશે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

4-5 ઓગસ્ટ ગુજરાતમાં ભારે
આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશનના કારણે પણ ગુજરાત રિજીયનમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. જોકે, આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે નહીં. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ જ ઓછા વરસાદની સંભાવના છે. ગુજરાત રિજીયનમાં આગામી 4 અને 5 ઓગસ્ટે એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.

તેજ પવન ફુંકાવાની પણ આગાહી
આગામી પાંચ દિવસ માટે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન તેજ પવન ફૂંકાશે. ભારે પવનને કારણે 3 અને 4 ઓગસ્ટ દરમિયાન સાઉથ ગુજરાતમાં એકાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે આ દરમિયાન સતત વરસાદ નહીં પડે, પરંતુ હાલની જેમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.