ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે. આ કારણકે, મલ્હાર અને પૂજાએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. નોંધનીય છે કે, પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળી છે.

નવેમ્બરના અંતમાં કરશે લગ્ન
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાશે. દરેક ચર્ચા પર પૂર્ણવિરામ લગાવતા અભિનેતાએ જાહેરાત કરી દીધી છે કે તે નવેમ્બર 2024ના અંતમાં લગ્ન કરશે.

અભિનેત્રી પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, “તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીએ છીએ. રીલથી રિયલ સુધી.. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ!”

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)


કોરોનાના સમયે અભિનેત્રીએ મલ્હાર સાથે એક વેબસીરીઝ કરી હતી, વાત વાતમાં. એ સીરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.આ પછી બંને લગ્ન સ્પેશિયલ અને વીર ઈશાનું સીમંત નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.પૂજા જોશીનો જન્મ 28 જૂન 1992ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારતમાં થયો હતો. પૂજા જોશી હું તારી હીર (2022), લવ અતરંગી અને આવું જ રહેશે (2018) માટે જાણીતી છે.માહિતી અનુસાર, પૂજા જોશીનો જન્મ અને ઉછેર મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પરિવારનું બેકગ્રાઉન્ડ ડિફેન્સનું છે અને તેના પિતાએ ભારતીય વાયુસેનામાં સેવા આપી હતી.