અમદાવાદ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે જ ગૃહરાજ્ય મંત્રીના હસ્તે સાયબર સાથી ચેટ બોક્સનું લોકાર્પણ કરાયું હતું. ચેટબોટ નંબર 6357446357 પણ જાહેર કરાયો હતો. બીજી તરફ તેમને પોલીસને સૂચન કરતાં કહ્યું હતું કે, બાપનો રસ્તો સમજી રેસિંગ કરનારા સામે પગલાં ભરો, લોકોને હેરાન કરતા ટપોરીઓનો હિસાબ કરો

ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સાયબર ક્રાઈમ મહત્વના ગુના ઉકેલ્યા છે. સાયબર ક્રાઈમનો ભોગ બનનાર 1930 પર ફોન કરે. હવે લોકો આ નંબર પર ફોન કરતાં એક સેકન્ડ પણ વેઈટિંગમાં નહીં રહે. ગુજરાત પોલીસ દ્વારા આગામી સમયમાં ટેલીકોલરની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જેથી લોકોને ઝડપથી પોતાની ફરિયાદ કરી શકશે. તેમણે કહ્યું હતું કે, પોલીસ નાગરિકોની સુરક્ષા માટે વધુમાં વધુ નાઈટ કોમ્બિંગ કરે.

બાપનો રસ્તો સમજીને રેસિંગ કરનારા સામે કડકાઈથી પગલા ભરો. પોલીસના હાથમાં જે દંડો છે તે લોકોની સુરક્ષા માટે છે. જ્યાં દંડો મજબૂતાઈથી ચાલ્યો છે. તેવો ગુનેગાર ફરી વખત ગુનો નથી કરતો. સામાન્ય લોકોને બતાડવા માટે નથી. અમદાવાદ શહેરમાં બની બેઠેલા દાદાઓ સામે એક્શન લો. જેથી તેઓ કોઈ સામાન્ય માણસને દાદાગીરી કરીને હેરાન ના કરે. તેમણે કહ્યું હતું કે, અમદાવાદ પોલીસને મારુ સૂચન છે કે રાતના અંધારામા કોઈ ટપોરીઓ કે અસામાજિક તત્વો નાગરીકોને હેરાન પરેશાન કરે તો તેનો હિસાબ એવો થવો જોઈએ કે તે ફરી વખત કોઈ ને પરેશાન ન કરે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો