સીઝન સ્ટોર અને સરબત ની બોટલ નો ભાડાની દુકાન માં વેપાર કરતાં રાજકોટના મેહુલભાઈ બી. લાખાણી( લોહાણા)ની દીકરી શ્રેયા લાખાણી (ઉ. વ. 17) જન્મથી જ થેલેસિમિયા મેજર હતી દર 15 દિવસે લોહી ચડાવવું પડતું હતું આમદવાદની દાત્રી સંસ્થામાં તેમણે નામ નોંધાવેલ હતું અને ત્યાં થી બોનમેરો ડોનર મળી ગયાની જાણ કરવામાં આવતા હવે શ્રેયાને નવી જિંદગી મળવાની આશા બંધાણી છે આ માટે કલકત્તાની ટાટા હોસ્પિટલમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવા લાખાણી પરિવાર ને 35 લાખ રૂપિયાની જરૂર છે 4 જણા નું ભરણ પોષણ કરતાં મેહુલભાઈ લાખાણી આટલા મોટા ખર્ચને પહોચી શકે એમ નથી જેથી સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઑ પાસે આર્થિક મદદની અપીલ કરી છે.
શ્રેયના માતા મનીષાબેન મેહુલભાઈ લાખાણીના નામથી સેંટ્રલ બઁક ઢેબર રોડ બ્રાંચમાં બચત ખાતું ધરાવે છે જેમનો ખાતા નંબર 3752767685 છે તથા ifsc કોડ CBIN0285101 છે. શ્રેયાનો સંપર્ક નંબર 89805 12282 ઉપર જી પે તેમજ ફોન પે મારફત રકમ મોકલી શકશે. વધુ માહિતી માટે તેમના નિવાસ સ્થાન મંગલપાર્ક શેરી -1 બાલાજી સેંન્ટરિંગવાળી શેરી, કોઠારીયા આરોગ્ય કેન્દ્રની પાછળ રાજકોટ ખાતે રૂબરૂ તથા મેહુલભાઈ લાખાણી નો મો નંબર 94281 88034 ઉપર સંપર્ક કરી શકાશે. આ દીકરી ને મદદ કરવા માટે રઘુવંશી યુવા શક્તિ સંઘના હોદ્દેદારો પણ રકમ એકત્રિત કરવામાટે જહેમત ઉઠાવી રહ્યા છે.