રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના, માનસિક અસ્થિર યુવકે ગુમાવી માતા…

ગુજરાતમાં અકસ્માતોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે નબીરાઓ દ્વારા મોટા અકસ્માતો થઈ રહ્યા છે હજુ અમદાવાદનો તથ્યો કાંડનો કોર્ટે ચુકાદો નથી આપ્યો ત્યાં રાજકોટમાંથી એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરી વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો છે .

મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ કાલાવડ રોડ પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા હતા સાથે જ માનસિક અસ્થિર દીકરાએ આ અકસ્માતમાં માતા ગુમાવી છે.

અજાણ્યા વાહન ચાલકે કાલાવડ રોડ પર આવેલ પ્રેમ મંદિર પાસે વૃદ્ધાને અડફેટે લીધા હતા. વૃદ્ધાને ચાર કિલોમીટર સુધી ગાડી નીચે ઢસડિયા હોવાની પણ માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં વૃદ્ધા નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ગાડી કોણ ચલાવી રહ્યું છે તથા ગાડી કોની છે તેની તપાસ હાથ ધરી છે.

હાલો વૃદ્ધા ના મૃત દેને પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પોષ મોટા મળશે ખસેડી છે સાથે જ પોલીસે આજુબાજુમાં આવેલ સીસીટીવી ફૂટેજ ની તપાસધારી છે અને ગાડી કોની છે અને કોણ ચલાવી રહ્યું હતું કેટલા વાગે આ ઘટના બની તમામ તપાસ હાથ ધરી છે.