મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ  કરાવ્યો હતો. જેમાં બ્રહ્મ સમાજ રાજયકક્ષા દ્વારા આયોજિત બીજાનેશ સમિટ 4 અમદાવાદ માં ગુજરાત ના રાજયકક્ષા ના નામાંકિત વિદ્વાન કથાકારો નું સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં પૂ. ભરતભાઈ શાસ્ત્રી ધારીવાળા હાલ રાજકોટ રીબડાનું સન્માન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ 15/03/2025 માં પૂ. રમેશભાઈ ઓઝા શંકરાચાર્યજી ને સંતો મહંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલાં ગુજરાતમાં શરૂ કરાવેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’માંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે. એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ-વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે, એવું તેમણે ઉમેર્યું હતું.’સરકારના પ્રયાસમાં જ્યારે સમાજના પ્રયાસ ભળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે’ એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાતને યાદ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ વડાપ્રધાનના એ વિચારને સાકાર કરે છે. આ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌના સાથ, સૌના વિકાસ’ મંત્રને પણ સાકાર કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો