ભારત જીતશે તો આ એક્ટ્રેસ કપડાં વગર બીચ પર લગાવશે દોડ, કરી જાહેરાત

ODI વર્લ્ડ કપ 2023ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં આમને-સામને થશે. આવી સ્થિતિમાં તમામની નજર વનડે ફાઇનલ મેચ પર ટકેલી છે. આ માટે માત્ર ફેન્સ જ નહીં પરંતુ બોલિવૂડ અને સાઉથ સેલેબ્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન હવે સાઉથની પ્રખ્યાત અભિનેત્રીએ ભારતની જીત પર મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે, જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ થઈ અને બીચ પર દોડશે.

સાઉથની લોકપ્રિય અભિનેત્રી રેખા બોજે વર્લ્ડ કપ 2023ને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ શેર કરવાની સાથે તેણે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે, જો ભારત વર્લ્ડ કપ 2023 જીતશે તો તે વિઝાગ બીચ પર કપડા વિના દોડશે.

રેખાએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું હતું કે, ‘જો ભારત વર્લ્ડ કપ જીતશે તો હું વિઝાગ બીચ પર સ્ટ્રીક કરીશ. ઓલ ધ બેસ્ટ અમારી ટીમ ઈન્ડિયા. સ્ટ્રેકિંગ એક પ્રથા છે જે સામાન્ય રીતે વિદેશોમાં જોવા મળે છે. આ અંતર્ગત જો કોઈ રમતમાં મોટી જીત થાય છે, તો ઉજવણી કરવા માટે કપડા વિના રેસ ચલાવવામાં આવે છે.