ભાજપ એમ તો શિસ્તબદ્ધ રાજકીય પાર્ટી માનવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા થોડા સમયથી ભાજપમાં સતત આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. ત્યારે જવાહર ચાવડા અને મનસુખ માંડવડિયા વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. ત્યારે હવે જવાહર ચાવડાએ મનસુખ માંડવડિયાને એક પત્ર લખ્યો છે. જેમાં તેણે કહ્યું કે આપના માટે અમારો આ વિસ્તાર સાવ નવો જ છે એટલે સ્વાભવિક છે કે વિસ્તારના પ્રશ્નોથી તો આપ તદ્દન અજાણ જ હોય. આ ઉપરાંત તેણે સંભળાવી પણ દીધું કે હું ભાજપનું બોર્ડ મારીને નથી ફરતો !
લોકસભાની ચૂંટણી બાદ પોરબંદર લોકસભા બેઠક પર શરૂ થયેલ વિવાદ સતત જાહેરમાં આવી રહ્યો છે. મનસુખ માંડવીયાએ જાહેરમાં નિવેદન આપ્યા બાદ જવાહર ચાવડા મનસુખ મંડવીયાને સંભળાવવાનો એક પણ મોકો નથી છોડતા. ત્યારે હવે લોકોની સમસ્યાને લઈ એક પત્ર લખ્યો છે.
પત્રમાં જાણો શું લખ્યું
આપના માટે અમારો આ વિસ્તાર સાવ નવો જ છે એટલે સ્વાભવિક છે કે વિસ્તારના પ્રશ્નોથી તો આપ તદ્દન અજાણ જ હો. આથી જ આપને અમારા વિસ્તારની સમસ્યાઓથી માહીતગાર કરી સત્વરે વિસ્તારને થતા અન્યાય ને દુર કરવાની રજુઆત છે. આપને જાણીને આઘાત અને આશ્ચર્ય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર આપના જ મતક્ષેત્રના એટલે કે પોરબંદર અને જુનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જ્યારે પોતાની રજુઆત તાલુકા, જીલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જાય ત્યારે સહુને અસહ્ય ટૉલટેક્ષ ભરવો પડે છે જે સરાસર અન્યાય છે. આપ પણ સંમત થશો કે સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જીલ્લાના મતદારોને પોતાની રજુઆત તાલુકા, જીલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જતી વેળાએ આ ટોલટેક્ષનો માર પડતો નથી. દુઃખની વાત એ છે કે આ ઓરમાયુ વર્તન અને અન્યાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે અને આપ તો ત્યાંજ હોદા પર છો. આ સંજોગોમાં સમસ્યાનો હલ તુરંત કરવા આપ સમર્થ છો. હાલ સ્થાનિક લોકોમાં આ સમસ્યાને લઇને અત્યંત રોષ અને પીડા જોઇ ને આપનુ આ મુદ્દા પરત્વે ધ્યાન દોરવા પ્રેરાયો છુ.
પોરબંદરથી કોઇ અરજદાર રાજય મથકે રજુઆત કરવા જાય ત્યારે રુ, ૨૯૦/- ટોલ ટેક્ષ ભરવો પડે છે તેમજ વેરાવળથી કોઇ અરજદાર રાજ્ય મથકે રજુ આત કરવા જાય ત્યારે રુ. ૩૦૫ ટૉલટેક્ષ ભરવો પડે છે.
નોંધઃ હું તો આ તમામ ટોલ બુથ પર ટેક્ષ ભરીજ રહ્યો છું” અને ભરતો પણ રહીશ અને તેનો વાંધો પણ નથી કારણ કે હું ટોલટેક્ષ બચાવવા મારી કાર પર ભુતપૂર્વ મંત્રી કે ધારાસભ્ય લખતો નથી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો