ગુજરાતમાં પડેલ પાછોતરા વરસાદને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાકમાં નુકશાની પહોંચી હતી. ત્યારે વરસાદ બાદ ખેતીમાં ગયેલા નુકસાનને લઈને સરકારે 1419 કરોડના પકેજની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન આ પેકેજમાં અમરેલીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારે પ્રદેશ મહિલા પ્રમુખ જેની ઠુમ્મરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે

જેની ઠુમ્મરે કહ્યું કે અમરેલી જિલ્લામાં પાલિકા થી લઈ સાંસદ સુધી ભાજપની સરકાર છે તેમ છતાં અમરેલી જિલ્લો વિકાસની દૃષ્ટિએ પછાત રહ્યો છે કેમ અમરેલી જિલ્લાને આ પેકેજ થી બાકાત કરવામાં આવ્યો છે 28 તારીખે પી. એમ મોદી આવવાના છે ત્યારે અલગ થી પેકેજ આપવાના છે કે શું ખરેખર હક્કિત છે તે બહાર આવે તેવા વિવિધ મુદ્દાઓને લઈને નિવેદન આપ્યું છે

આમ જોઈએ અમરેલી જિલ્લો વિકાસની દૃષ્ટિએ પછાત રહી ગયો છે કેમ કે અમરેલીની GIDC મરણ પથારીએ હોય નવા ઉદ્યોગો શરુ ન થતા હોય અમરેલી જિલ્લાના યુવાનો માટે રોજગારીની તકો ન હોવાના કારણે અમરેલી જિલ્લામાંથી લોકોનું સ્થળાંતર વધ્યું છે લોકોએ રોજગારી માટે મેગા સિટીમાં જવાનું પસંદ કર્યું છે.

રોડ રસ્તા, બ્રોડગેજ, જીઆઇડીસી, મોટા ઉદ્યોગો, આરોગ્ય સુવિધા, પ્રાથમિક સુવિધાઓથી અમરેલી જિલ્લો પછાત રહી ગયો છે અત્યારે અમરેલી જિલ્લામાં નગરપાલીકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યો, સાંસદ સહીત ભાજપની સરકાર છે તેમ છતાં અમરેલીમાં વિકાસના અમે શૂન્ય જોવા મળે છે.